રિપોર્ટર: જય આચાર્ય,સિધ્ધપુર
નદીની માટીમાંથી સપ્તઋષિઓની મૂર્તિ બનાવી પૂજા કરવામાં આવી : સામો ખાઈને ઉપવાસ કર્યો.
સિધ્ધપુર એક ઐતિહાસિક નગરી છે, જ્યાં કુંવારીકા માતા સરસ્વતી નદીમાં આજરોજ ઋષિપંચમીના રોજ હજારો મહિલાઓએ શ્રધ્ધાની ડૂબકી લગાવી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કરી ધન્યતા અનુભવી હતી.
સિધ્ધપુરમાં હિન્દુ સંસ્કૃતિ વ્રતો,તહેવારો,પર્વો પૈકી ઋષિપંચમી પર્વની ઉજવણી ભક્તિમયપૂર્વક કરવામાં આવી હતી. સરસ્વતી નદીમાં હજારો શહેરી તથા ગ્રામિણ બહેનોએ સ્નાન કરી સપ્તઋષિની પૂજા કરી ઉપવાસ કર્યો હતો. ઋષિપંચમીના પર્વે શિવાલયો મંદિરોમાં જઈ ઋષિ પૂજન તેમજ બહેનોએ શહેરી , ગ્રામીણ તમામ વિસ્તારોમાં સામા પાંચમ બહેનોએ ઉજવી હતી. જેવી ધાર્મિક સ્થળોએ ભીડ જોવા મળી હતી. અત્રી,ભારદ્વાજ,વિશ્વામિત્ર,ગૌતમ,જમદગની અને અરૂધતી સહિત વિશિષ્ઠ મૂર્તિઓની પૂજા કરવામાં આવી.
આ દિવસે બહેનો સામો ખાઈને ઉપવાસ કરે છે. આ વ્રત બહેનો રજસ્વલા ધર્મ વખતે જાણે , અજાણે ભૂલચુક થઈ હોય તો સપ્તઋષિની પૂજા , અર્ચના કરીને હતી. બહેનો દ્વારા સરસ્વતી નદીમાં સામુહિક સ્નાન કરી ત્યારબાદ શુદ્ધ ધી નો દીવો , ફળ , ફૂલ , અબીલ , ગુલાબની સપ્તઋષિની પૂજા , અર્ચના કરી તેમની પાસે થી ક્ષમાં , અર્ચના કરી હતી.
આ વર્ષે કોરોના મહામારીને કારણે ઋષિપંચમી ના દિવસે મહિલાઓ દ્વારા સાવચેતી પૂર્વક અને સોશિયલ ડિસ્ટન્સ સાથે પૂજા અર્ચના કરવામાં આવી.