રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રેસક્યુ ટીમ દ્વારા ઘટના સ્થળે શોધખોળ ચાલુ
પ્રાપ્ત માહિતી અનુસાર ભોગ બનનાર મુકેશભાઈ ચીમનભાઈ વસાવા, તા.૨૧ રોજ સાંજે ૫ કલાકે પોતાના મિત્ર રવિન્દ્રભાઈ શંકરભાઈ વસાવા રહે. નીવદા,દેડિયાપાડા સાથે તૂકનેર નદી માં ન્હાવા માટે ગયેલ અને હવા માટે નદીમાં કૂદકો મારતા પાણી નો પ્રવાહ વધારે હોઈ જેથી પાણીના વહેણમાં તણાઈ ગયો હતો.આ બાબતે દેડીયાપાડા પોલીસ સ્ટેશનના પી.એસ. આઇ.એ.આર.ડામોર અને એમની ટીમ તથા રેક્મ ટીમ સાથે મળી બનાવ ના સ્થળે શોધ ખોળ કરતા ૨૪ કલાક ઉપર થયા હોય હજી પણ યુવાન મળી આવ્યો ન હતો. જે બાબતે દેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ ફરિયાદ રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.