કોરોનાના 65 પોઝિટિવ કેસ ફક્ત શાકભાજીની લારીવાળા પરથી ચેપ લાગવાના કારણે થયા છે. જેથી અમદાવાદમાં પોલીસ દ્વારા મહિલાઓને શાકભાજી લેવા માટે કપડાની થેલી લઈને નહીં જવા માટે ચેતવણી આપવામાં આવી છે. બીજી તરફ શાકભાજી લેવા માત્ર પ્લાસ્ટિકની ડોલ લઈને જવું અને શાકભાજી લાવ્યા બાદ આ શાકને પાણીમાં બરાબર સાફ કર્યા બાદ જ તેનો ઉપયોગ કરવો, એવું એનાઉન્સ કરવામાં આવી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા આ નાની નાની બાબત ને લઇ ને કાળજી પૂર્વક ઘરમાં જ રહેવા જણાવ્યું છે. શાકભાજી લેતી વખતે અથવા બહારથી લાવેલ કોઈ પણ વસ્તુ પાણીથી ઘોયા વગર ઘરમાં લાવી નહીં. ” નજર હટી દુર્ગટના ઘટી ” , તેવી પરિસ્થિતિ અત્યારે ઉભી થઇ છે.