રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
વાઘેથા ગામમાં ઘરમાં જ નાનકડા કેબીન માં છૂટક ધંધો કરતા પરિવારે એકઠા કરેલા રોકડા રૂપિયા અને ચાંદીના છડા મળી કુલ રૂ.૪૧ હજાર ની ચોરી નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકા ના વાઘેથા ગામ માં કેબીન માંથી રોકડ રૂપિયા સહિત ચાંદીના છડાની ચોરી થતા પરિવાર પર આફત આવી પડી છે. પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર વાઘેથા ગામમાં રહેતા સુશીલાબેન અમીનભાઈ વસાવા પોતાના નાના ઘર માજ પાન પડીકી ની કેબીન ચલાવતા હોય ખુલ્લ ગલ્લા(કેબીન)માં મુકેલા સ્ટીલના ડબ્બામા રોકડા રૂપિયા ૩૭૦૦૦ તથા ચાંદીના સાંકળા (છડા) એક જોડ આશરે ૧૦૦ ગ્રામ જેટલા વજનના જેની કિંમત રૂપિયા આશરે ૪૦૦૦ મળી કુલ કિ.રૂ.૪૧૦૦૦ નો મુદ્દામાલ ની ચોરી ચોરી કરી લઈ નાશી જનાર ત્રણ પૈકી વાઘેથા ગામના શનુ રમેશભાઇ વસાવા,ચંપક જેઠાભાઇ વસાવા તેમજ અન્ય એક અજાણ્યો વ્યક્તિ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.