રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા
ગુજરાત રાજ્ય ના બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાની અરાવલી પર્વતની ગીરી માળામાં આવેલ એક ધામ જે કે યાત્રાધામ અંબાજી ના નામે ઓળખાય છે યાત્રા ધામ અંબાજી એ ગુજરાત નુ જ નહી પણ ભારત દેશ નુ ત્રીજા નંબર નુ શક્તી પીઠ છે અને આ શક્તી પીઠ અંબાજી મા દર વર્ષે છેલ્લા ૩૦૦ વર્ષથી ભારદવી પૂનમ નો મહામેળો ભરાય છે અને આ મહામેળા મા લાખો શ્રદ્ધાંલુઓ જગત જનની મા અંબા ના દર્શન કરવા આવતા હોય છે અને ખુબ જ ધામધૂમથી આ ભાદરવી પૂણીમા નો મહામેળો યોજાય છે પણ આ વર્ષે કોરોના વાયરસ ની મહામારી આખા દેશ મા ફેલાઈ રહી છે તેના કારણે ભારત દેશ ના ઘણા ખરા મેળા ધાર્મિક ઉત્સવ પર રોક લગાયો છે ત્યારે આ વર્ષે શક્તી પીઠ અંબાજી નો ભારદવી પૂનમ નો મહામેળો પણ રદ કરી દેવામા આવ્યો છે તેના સંદર્ભમાં અંબાજી મંદિર પણ તારીખ ૨૪/૮/૨૦૨૦ ના રોજ થી તારીખ ૪/૯/૨૦૨૦ ના રોજ સુધી સંપૂર્ણ પણે બંધ રહેશે અને યાત્રીકો ઓનલાઈન અંબાજી મંદિર ની આરતી ના દર્શન ઘરબેઠા કરી શકે તેવી પણ વ્યવસ્થા અંબાજી મંદિર દ્વારા કરવામાં આવી છે અને આની સાથે જ કોરોના વાયરસ ની મહામારી માથી લોકો ને છુટકારો મળે અને વિશ્વ જગત નુ કલ્યાણ થાય તે માટે યાત્રા ધામ અંબાજી મા જ ભાદરવા સુદ વધ નમ થી પૂનમ સુધી યાત્રા ધામ અંબાજી મંદિર મા અંબાજી ના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા સહસ્ત્રચંડી યજ્ઞ પણ કરવામાં આવશે અને તારીખ ૫/૯/૨૦૨૦ ના રોજ સમય અનુસાર યાત્રા ધામ અંબાજી ના દ્વારો ભકતો માટે ખોલવામા આવશે.