રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા પ્રતાપપરા ગામના એક મકાન માં જુગાર રમતા પાંચ જુગારીયાઓ પૈકી ત્રણ વ્યક્તિને આમલેથા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.અન્ય બે ફરાર થતા તેમની શોધખોળ આદરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આમલેથા પોલીસ ની હદમાં આવેલા પ્રતાપપરા ગામના હોળી ફળિયામાં રહેતા દિલીપ ભાઈ કાંતીભાઈ વસાવા ના ઘરમાં આવેલી ખુલ્લી જગ્યા માં કેટલાક વ્યક્તિઓ ગે.કા.પૈસાનો હારજીતનો જુગાર રમતા હોય પોલીસે બાતમીના આધારે રેડ કરી તેમની અંગ ઝડતી દરમ્યાન રોકડા રૂપિયા ૨૪૭૦/- તથા દાવમાં મુકેલ રોકડા રૂ.૧૦૦૦/- તથા મોબાઇલ નંગ-૨ કિ.રૂ.૨૫૦૦/- નો મળી કુલ રૂ.૫૯૭૦/- ના મુદ્દામાલ સાથે દેવેન્દ્ર વેસ્તાભાઈ વસાવા,જયેન્દ્ર સોનજીભાઈ વસાવા અને હેમરાજ કંચનભાઈ વસાવા ને ઝડપી પાડ્યા હતા જ્યારે અન્ય બે વિનોદ રામસીંગ ભાઈ વસાવા તેમજ કમલેશ વસાવા પોલિસને જોઈ ત્યાંથી નાસી છૂટ્યા હોય તેમની તપાસ હાથ ધરી છે.