રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લામાં છેલ્લા આઠ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. જિલ્લાના ઉપરવાસ વિસ્તારમાં ખુબજ વરસાદ ખાબકતાં કરજણ ડેમમાં પાણીની આવક વધતા ડેમ સત્તાવાળાઓ રોજ હજારો કયુસેક પાણી કરજણ નદી મા છોડી રહયા છે. કરજણ નદી માં પાણી છોડતા રાજપીપળા કરજણ બ્રિજ પાસે ના તડકેશ્વર મંદિર પાસે નો માર્ગ નદીના પ્રવાહ મા ધોવાતા મંદિર ના પગથિયાં તુટી રાજપીપળા થી અંકલેશ્વર જવાના માર્ગ પર આવેલ તડકેશ્વર મહાદેવ મંદિર પાસે નો માર્ગ કરજણ નદી મા હજારો કયુસેકપાણી છોડાતા ધોવાઇ ગયો હતો, માર્ગ નુ ધોવાણ થતા મંદિર માં પ્રવેશવાના પગથિયા પણ નદી ના ભારે વહેણમાં તુટી પડયા હતા.હાલમાં મંદિર સંપૂર્ણપણે સંપર્ક વિહોણું બન્યું છે.ના દર્શનાર્થીઓ મંદિર ના પ્રવેશ દ્વાર થી પ્રવેશી જ શકતા નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આનંદીબેન પટેલ જયારે ગુજરાત ના બાંધકામ વિભાગ ના મંત્રી હતા ત્યારે કરોડો રૂપિયા ની ગ્રાન્ટો ના ખર્ચે રાજપીપળા સરકારી ઓવારા તરફથી નર્સરી,એરોડ્રામ,સ્મશાન થઇને અખાડા તરફથી તડકેશ્વર મંદિર પાસે નો માર્ગ રીંગ રોડ તરીકે જાહેર કર્યો હતો અને આનંદીબેન પટેલે જાતે જ ખાતમુહૂર્ત પણ કર્યુ હતુ.પરંતુ આ રીંગ રોડ અનેક વાર કરજણ ડેમ મા પાણી ની આવક થતાં ડેમ માંથી પાણી છોડતા ધોવાઇ જતો હોય છે, જેથી આ વિસ્તારમાં વસતા લોકોને કે મંદિર ના દર્શનારથીઓ ને તેમજ તે તરફ ખેતર ધરાવતા ખેડૂતો ને પણ ભારે તકલીફ ઉઠાવવી પડતી હોય આ સમસ્યા નો કાયમી ઉકેલ આવે એ બાબતે તંત્ર ધ્યાન આપે તેવી સ્થાનિકો ની માંગ છે. આ બાબતે મંદિર ના પૂજારી હિતેશભાઈ ભટ્ટ એ જણાવ્યું કે વર્ષો થી પાણી છોડાતા મંદિર ના પગથિયાં પાણીમાં ડૂબે છે ઘણું નુકસાન થયું છે અને હાલ પણ પાણી છોડતાં આગળનો રસ્તો જ બંધ થઈ ગયો છે અગાઉ આનંદીબેન પટેલે પ્રોટેકશન વોલ બાબતે કહ્યું હતું પરંતુ તેની ગ્રાન્ટ આવી કે કયા ગઈ એ ખબર નથી માટે આ સમસ્યા નું કાયમી નિરાકરણ આવે તે બાબતે તંત્ર પગલાં લે એ જરૂરી બન્યું છે.