ભાવનગર: લોકોની લાપરવાહી અને સોશિયલ ડિસ્ટન્સના અભાવ વચ્ચે ભાવનગરમાં કોરોનાનો કહેર યથાવત.

Bhavnagar Corona Latest
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર

ભાવનગર જિલ્લામા ગતરોજ ૪૧ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૨,૪૨૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૫ પુરૂષ અને ૧૦ સ્ત્રી મળી કુલ ૨૫ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા ખાતે ૪, મહુવા તાલુકાના ભાદ્રોડ ગામ ખાતે ૧, પાલીતાણા ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના નેસડા ગામ ખાતે ૧, તળાજા ખાતે ૧, તળાજા તાલુકાના મણાર ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ત્રાપજ ગામ ખાતે ૧, તળાજા તાલુકાના ઇસોરા ગામ ખાતે ૧ તેમજ તળાજા તાલુકાના અલંગ ગામ ખાતે ૪ કેસ મળી કુલ ૧૬ લોકોના કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

જ્યારે આજરોજ ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારના ૨૦ અને તાલુકાઓના ૧૫ એમ કુલ ૩૫ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુક્ત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભારત સરકારની નવી માર્ગદર્શિકા પ્રમાણે આ તમામ દર્દીઓની આરોગ્ય ચકાસણી કરતા અને તેઓ માર્ગદર્શિકાના માપદંડો પ્રમાણે સ્વસ્થ જણાતા આ તમામ દર્દીઓને આજરોજ હોમ આઈસોલેશનમા રહેવા માટે હોસ્પિટમાથી રજા આપવામા આવી હતી. આ તમામ દર્દીઓએ હોસ્પિટલામાથી ડિસ્ચાર્જ થયા બાદ ૭ દિવસ સુધી ફરજીયાત હોમ આઈસોલેશનમા રહેવાનુ રહેશે.

આમ જિલ્લામા નોંધાયેલા ૨,૪૨૩ કેસ પૈકી હાલ ૪૯૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે અત્યાર સુધીમા કુલ ૧,૮૮૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૪૧ દર્દીઓનુ અવસાન થયેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *