રિપોર્ટર: પ્રિતેશ દરજી,પંચમહાલ
પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે વર્ષાઋતુની સિઝનના ધોધ વહેતો હોય છે આ ધોધને ખુણીયા મહાદેવ ના ધોધ પ્રચલિત છે. અહીં વર્ષાઋતુની સિઝનના રાજ્યના ખૂણે ખૂણેથી પર્યટકો આ ધોધને નિહાળવા અને ધોધમાં નાહવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડે છે. આજે રવિવારના દિવસે પર્યટકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ અવિરત વરસી રહેલા વરસાદને કારણે રસ્તામાં વહેતા વેણ માં પાણીનો વધારો થઈ જતા ઘણા પ્રવાસીઓ અટવાઈ ગયા હતા.બનાવ ની જાણ પાવાગઢ પોલીસના એક કોન્સ્ટેબલને થતા તેને આ અંગે ની જાણ પી.એસ.આઇ પી.એન.સિંગ ને કરતા તેઓ તેમની ટીમને લઈ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. અને એક કલાકની ભારે જહેમત બાદ ૫૦ થી ૭૦ જેટલા પર્યટકોને દોરડાથી સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ની જાણ હાલોલ ફાયરની ટીમને પણ કરવામાં આવી હતી પરંતુ ફાયરની ટીમ બનાવ સ્થળે પહોંચે તે પહેલા પાવાગઢ પોલીસે જીવના જોખમે રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા તમામ પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે પાવાગઢની તળેટીમાં આવેલો ખૂણીયા મહાદેવનો ધોધ જાણીતો છે.બે કિમીની જંગલની મૂસાફરી કરી,મોટા પથ્થરોમાથી પસાર થતા ઝરણાનો આનંદ લેવા ગુજરાત ભરમાંથી પર્યટકો ચોમાસામા આવે છે.પણ હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે.ત્યારે જવાબદાર તંત્ર પણે ધ્યાન રાખવાની જરુર હતી.અહી પર્યટકો આવે છે.ત્યારે સોશિયલ ડિસ્ટન્સ પણ જોવા મળતુ નથી.ત્યારે હવે જોવાનૂ રહ્યુ કે તંત્ર આ બનાવ પછી શુ પગલા લે છે.