ગુજરાતમાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવના કેસો વધી રહ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં બે હજારથી વધુ કરોડના પોઝિટિવ કેસ થઈ ચૂક્યા છે ત્યારે મહારાષ્ટ્ર, દિલ્હી બાદ ગુજરાત કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં હાલ ત્રીજા નંબર છે પરંતુ મૃત્યુની સંખ્યામાં ગુજરાત બીજા નંબરે આવી આવી ગયું છે.
232 મૃત્યુઆંક સાથે મહારાષ્ટ્ર સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે ત્યારે 77 મૃત્યુઆંક સાથે ગુજરાત દેશમાં બીજા નંબરે છે. ગઈકાલ સુધી 71 મૃત્યુઆંક સાથે ગુજરાત ત્રીજા નંબરે હતું પરંતુ આજે વધુ છ મૃત્યુ નોંધાતા સંખ્યા વધીને 77 થઈ છે જ્યારે મધ્ય પ્રદેશ 76 મૃત્યુઆંક સાથે ત્રીજા નંબરે છે.
મહત્વનું છે કે દિલ્હીમાં કોરોના પોઝિટિવના 2081 કેસ સામે માત્ર 47 મૃત્યુ નોંધાયા છે ત્યારે ગુજરાતમાં 2066 પોઝિટિવ કેસો સામે 77 મૃત્યુ થતા ગુજરાતમાં કોરોનાની સ્થિતિ વધુ ગંભીર બની રહી છે.