રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
માંગરોળ તાલુકાના શાપુર ગામે વાડી વિસ્તારમાં રહેતા રહેણાક મકાનની પાસે માડવીયાના ઢગલામાં ઢાંકવામાં આવેલ જાળમાં એક ધામણ સાપ ફસાયો હતો જેથી વાડી માલીકે જાણીતા સર્પવિદ પ્રવિણભાઈ પરમારને જાણ કરતા માંગરોળ સંજીવની નેચરલ પ્રમુખ નરેશ બાપુ સાથે રહી જાળમાં ફસાયેલા સાપને બહાર કાઢી ડબામાં પુરી આ સાપને જંગલ વિસ્તારમાં સલામત જગ્યાએ મુક્ત કરવામાં આવ્યો.