રિપોર્ટર: જસ્મીન શાહ,હાલોલ
હાલોલ નગરની મધ્યમા તળાવ આવેલુ છે.જેમા ચોમાસાની સીઝનમા આસપાસના વિસ્તારમાથી પાણી સીધૂ તળાવમાં આવે છે.તેને કારણે તળાવ છલોછલ ભરાઇ જાય છે.આ વરસે પણ આજ પરિસ્થીતી સર્જાઇ છે.પાછલા બે દિવસથી જિલ્લા ભરમા વરસાદી માહોલ સર્જાયો છે.ત્યારે હાલોલનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો.તેના કારણે તળાવ ઓવરફ્લો થયુ હતુ.તેના કારણે પાણી વહીને રોડ પર આવી ગયા હતા.અને શાકમાર્કેટ વિસ્તારમા પાણી ફરી વળ્યુ હતુ.
વધુમા વાહનચાલકો અને રાહદારીઓની પરિસ્થીતી વિકટ બની હતી.હાલતો વરસાદે વિરામ લીધો છે.પરંતુ વધુ વરસાદ પડે તો હાલોલમાં ભયાનક પરિસ્થિતિ સર્જાય તેવી શકયતાને પણ નકારી શકાય તેમ નથી.