દિવસે ને દિવસે કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ગતરાતથી અત્યાર સુધીમાં નવા 69 કેસ બાદ જિલ્લામાં વધુ કેસ નોંધાતા શહેર-જિલ્લામાં પોઝિટિવ કેસનો આંક 340 પર પહોંચી ગયો છે. આજે વધુ એક મહિલાનું કોરોનાને કારણે મોત થયું છે. જેથી મૃત્યુનો આંક 12 પર પહોંચી ગયો છે. જ્યારે આજે વધુ એક શંકાસ્પદનું પણ મોત થયું છે. જેનો રિપોર્ટ પેન્ડિંગ છે. હાલ શંકાસ્પદની ગાઈડલાઈન પ્રમાણે અંતિમવિધી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જ્યારે વધુ એક કેસ ધરમપુરના યુવકનો નોંધાયો છે.એક કેસ વ્યારા અને એક નવસારીનો પણ નોંધાયો છે.