રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ગઢ ભીખાપુરામાં મીનેશકુમાર પરમાર અને અનીતબેન્ન બારીયા દુકાન ધરાવે છે ગત રાત્રી દરમ્યાન ટૂંકા સમયના વિરામ બાદ નિશાચરો એ દુકાનોને ટાર્ગેટ કરી મધરાત્રે તાડાતોડી કેટલીક રોકડ રકમ ટફડાવી ગયા હતા ભિખપુરા ગામ માં એક વર્ષ મા આ ચોરી નો ત્રીજો બનાવ બનવા પામ્યો છે છ મહિના અગાઉ પણ આજ દુકાન સહિત અન્ય બે દુકાન અને પ્રાથમિક શાળા માં ચોરી થઈ હતી જેની કડવાલ પોલીસ સ્ટેશન માં ફરિયાદ નોંધવામાં આવી હતી જે પ્રાથમિક શાળા તેમજ ગામમાં આવેલી પ્રાઇવેટ બેંક ના સીસીટીવી માં ચોર સ્પસ્ત નજરે ચડ્યા હતા પરંતુ પોલીસ ચોર પકડવામાં નિષ્ફળ સાબિત થઈ હતી ભીખપુરા માં વારંવાર થતી ચોરી ને પગલે લોકો ભયભીત બન્યા છે પોલીસ મસ્ક વિના ફરતા વાહન ચાલકોને એક હજાર રૂપિયાનો દંડ વસૂલી રહી છે ત્યારે પોલીસ આ ત્રણ ત્રણ વાર પોલીસના બંદોબસ્ત હોવા છતાં પોલીસની આંખમાં ધૂળ નાખીને ચોર ચોરી કરી જાય છે ત્યારે લોકો માં અનેક ચર્ચાઓ ચાલી રહી છે હાલ તો આચોરી ની ઘટના ની કડવાલ મથકે ફરી એકવાર ફરિયાદ નોધવામાં આવી છે હવે જોવું રહ્યું કે પોલીસ ચોર પકડવામાં સફળ થાય છે કે ફરિયાદ દફતર મા દબાઈ જાઈ છે.