મોરબી: હળવદના ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા આજ હળવદ ના અલગ અલગ સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકોને હોટલમાં ભરપેટ જમાડીને આનંદ કરાવ્યો.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ દ્વારા છેલ્લા ચાર વર્ષથી હળવદ ની અંદર અલગ અલગ પ્રોજેક્ટ કરવામાં આવે છે ત્યારે ગ્રુપના માજી પ્રમુખ વિશાલ જયસ્વાલને એક એવો વિચાર આવ્યો કે ઝૂપડપટ્ટીના બાળકો ક્યારે પણ હોટેલમાં જઈને જમી શકે નહીં તેવામાં જો આવા બાળકોને હોટલમાં લઇ જઈ જમાડવામાં આવે તો તેમની ખુશીઓનો પાર ન રહે તે હેતુથી આજરોજ હળવદ અલગ અલગ વિસ્તારના સ્લમ એરિયાના ૮૦ જેટલા બાળકોને હળવદ મધ્યમાં આવેલ હોટલ હરીદર્શન ખાતે ભરપેટ ભોજન કરાવવામાં આવ્યું. આ પ્રોજેક્ટને સફળ બનાવવા ગ્રુપના વિશાલ જયસ્વાલ, અજુભાઈ ,મયુર ભાઈ પરમાર ,વિશાલ દરજી ,મયુરભાઈ ગાંધી ,ઘનશ્યામભાઈ બારોટ, જય પટેલ ,વિશાલ ગોસાઈ , સની ચૌહાણ, બીપીનભાઈ કાપડિયા,નાગજી સહિતના સભ્યોએ હાજરી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *