રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આ બેઠક માં કોરોના મહામારીના લીધે જાહેરમાં કોઈપણ પ્રકારનું સરઘસ, ઝુલુસ કે ઊજવણી ના કરવાનું નક્કી કરવામાં આવ્યું. તેમજ જાહેર સ્થળોએ ગણેશજીની પ્રતિમાની સ્થાપનાના કરવા અને જાહેર સ્થળો ઉપર વિસર્જન નહી કરવાનું નક્કી કરવામાં આવ્યું..
આ મિટિંગનું આયોજન ગીર ગઢડા પોલીસ ઇન્સ્પેકટર કે.એન.અઘેરાની આગેવાનીમાં કરવામાં આવ્યું હતું.આ મિટિંગમાં ગીર ગઢડાના મુસ્લિમ સમાજના અગ્રણી સલીમ ભાઈ ઝાખરા, અયુબ ભાઈ ,બસીર ભાઈ, હનીફ ભાઈ લઠા તેમજ પટેલ સમાજ ના અગ્રણી હાર્દિક ભાઈ તથા બાલુ ભાઈ હીરપરા, વેપારી મંડળ મુકેશભાઈ ગાંધી અનીલ ભાઈ કમવાણી તથા કોળી સમાજના અગ્રણી સરપંચ કશુ ભાઈ ભાલીયા તેમજ ઉકાભાઇ વાઘેલા તથા કરણુ ભાઈ જોળીયા હાજર રહ્યા હતા.