રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઉના તાલુકાના ઉમેજ ગામની સીમમાં રાવલ નદી પસાર થાય છે ગામ નદીના બે ભાગમાં વહેચાયેલું છે. ધણાકોના ખેતર નદીના સામાકાઠે આવેલ છે. રાવનનદી ઉપર ચેકડેમ કમ કોઝવે બનાવવા વરસોથી લોક માંગણી છે. પરંતુ તંત્ર કામગીરી કરતું નથી હાલ રાવલ નદી બે કાંઠે વહી રહી છે. આજે ઉમેજગામના ખેડુત અમિનભાઈ સુલેમાનભાઈ પોતાના ટ્રેકટર અને ટ્રોલીસાથે સામે કાંઠે આવેલ ખેતર પશુ માટે ઘાસ ચારો લેવા જતા હતા ત્યારે નદીમાં ટ્રેકટર પસાર થતા પલ્ટી ખાઈ ગયુ હતું. ટ્રેકટર ટ્રોલી પાણીમાં ડુબી જતાં બે જે.સી.બી મશીન મંગાવી ૩ થી વધુ કલાકની મહેનત બાદ ટ્રોલી, ટ્રેકટર બહાર કાઢેલ હતા ટ્રેકટર ચાલકનો ચમત્કારી બચાવ થયો હતો. હવે આવતા વરસે સરકાર દ્વારા ચેકડેમ કોઝવે બનાવાય તો સામે કાંઠે ખેતરમાં રહેતા ૫૦૦ થી વધુ લોકોને જીવના જોખમે પસાર થવુ ન પડે તેવી લોકમાંગ ઉઠી છે.
