મહીસાગર જિલ્લામાં ધીમી ગતિથી વરસાદ વરસતા ખેડૂતોના ઉભા પાક પુનઃ જીવન મળતા ખેડૂતો ખુશખુશાલ.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

મહીસાગર જિલ્લામાં છેલ્લા બહુજ સમય થી મેઘરાજા મહેરબાની કરવામાં વિલંબ દર્શાવતા ખેડૂતોનો ઉભો પાક જેવા કે મકાઈ,ડાંગર, શાકભાજી જેવા પાકોમાં પાણીની અછત ના કારણે સુકારો જેવા કારણો આવતા ખેડૂતો માં નિરાશનું વાતાવરણ ઘર કરી બેઠું હતું. પરંતુ છેલ્લા બાર કલાકની અંદર ધીમી ગતિથી મેઘરાજા ની એન્ટ્રી થતા પાકોને પુનઃ જીવન મળતા ખેડુતો ના ચેહરા ઉપર ખુશી છવાઈ ગઈ હતી. તેમજ ગરમીના બફારા થી કંટાળેલા જિલ્લા વાસીઓમાં ઠંડક નું મોજું ફળી વળતા સમગ્ર જિલ્લામાં આનંદ છવાઈ ગયો. સમગ્ર પંથકમાં વરસાદ વરસતા કડાણા ડેમમાં પાણીની આવક વધી રહી છે. અનેક નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થાય છે અને નદી નાળા છલકાયા છે જેમ કે લુણાવાડા અને પટ્ટણ, કાકાચીયા, ગધનપુર, ચંદપુર, ગોરડીયા, તણછીયા જોડતા માર્ગ પર વેરીનું પાણી પુલ પાર ફરી વળતા આ ગામો સંપર્ક વિહોણા બની ગયા છે.

તાલુકા વાઇઝ વરસાદની વિગત.

  • કડાણા. ૨.૫ ઇંચ
  • ખાનપુર. ૬ ઇંચ
  • લુણાવાડા. ૪ ઇંચ
  • સંતરામપુર. ૩ ઇંચ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *