રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
ગામમાં મટનની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરવાનો પણ નિર્ણય લેતા આ એક અનોખી પહેલ.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રોજ હજારો લીટર દેશી અને વિદેશી દારૂ પોલીસના હાથે ઝડપાય છે. ત્યારે નર્મદા જિલ્લાના સાગબારાના પાટલામહું ગ્રુપ ગ્રામપંચાયત દ્વારા અનોખો નિર્ણય લેવામાં આવ્યો છે દારૂ વેચતા કે ખરીદતા ઝડપાય તો તેને ૨૫ હજાર રૂપિયા નો દંડ અને કોઈ દારૂ વિશે બાતમી આપે તો તેને ૫ હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી છે.
જાણવા મળ્યા મુજબ હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાટલામહુ ગામની બાજુના ગામમાં કોરોના નો પોઝિટિવ કેસ નોંધાતા પાટલામહુ ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા અગમચેતીના ભાગરૂપે ગ્રામજનો એ ભેગા મળી એક અનોખો નિર્ણય લીધો જેમાં દારૂ વેચવા તેમજ ખરીદવા ઉપર ૨૫ હજારનો દંડ રાખવામાં આવ્યો છે ઉપરાંત બાતમી આપનાર ને ૫૦૦૦ રૂપિયા ઇનામ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે તેમજ મટન ની દુકાનો તેમજ દારૂના અડ્ડા સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે નાનકડા ગામની આ ગ્રામ પંચાયત દ્વારા દારૂબંધી માટે લોકોના સ્વાથ્યને ધ્યાને લઈ જે નિર્ણય લેવામાં આવ્યો છે તે ખુબ જ સરાહનીય છે જો દારૂબંધી ને જળમૂળ માંથી દૂર કરવી હોય તો દરેક ગ્રામ પંચાયતોએ પાટલામહુ ગ્રામ પંચાયત પાસેથી શીખ લઈ આ વિશે અમલ કરવો જોઈએ.