રિપોર્ટર: વિજય અગ્રાવત,રાજકોટ
રાજકોટ રેન્જ પોલીસના પો.સ.ઇ. વી.બી.ચૌહાણ ને ગાંજાની હેરાફેરી કરતા અને નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચનાના આધારે તેઓએ ટીમ સાથે મળી રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કુવાવડારોડ મેંગોમાર્કેટના રોયલફ્રુટ નામના શેડમાં નાર્કોટીક ડ્રગ્સ ગાંજો (કીલો-૯) ની બીજા રાજયમાંથી હેરાફેરી કરી ગુજરાત રાજયમા લાવી વેચાંણ કરવાના ગંભીર પ્રકારના ગુન્હામાં સંડોવાયેલ નાશતો ફરતો આરોપી યુવરાજસીંહ ઉર્ફે અજયસીંહ બન્નેસીંહ જાડેજાને જામનગર ખીજળીયા બાયપાસ ચોકડી ખોડીયાર હોટલ પાસેથી પકડી પોલીસ સ્ટેશનને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.