રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા
દેવભૂમિ દ્વારકાના ભાણવડના ગામળામાં વેલી સવારથી જ મેધ રાજાએ સવારી રોકી હોય તેમ સવાર ના ૬ વાગ્યે જરમર વરસાદ બાદ આઠ વાગ્યા ની આજુ બાજુ ધોધમાર વરસાદ પાડવાનું શરુ થઇ ગયો હતો. જ્યારે આ બે કલાકમાં ૪ ઇંચ જેવો વરસાદ ખાબક્યો હતો જ્યારે નદીઓ ઉભરાઈ ગઈ છે ત્યારે ફરી એક વાર ડેમના ૧૫ પાટીયા ખોલતા ખેતરોમાં તથા આ ડેમની નીચાણવાળા વીસ્તારમાં આવતુ જામરાવલ પાંચ મી વાર પાણીમાં ગરકાવ થય તેવી સ્થિતિનું નીર્માણ થવા પામ્યું છે .જ્યારે ભાણવડને પાણી પાણી કરી નાખ્યું છે અને હજૂ પણ વધારે વરસાદ પડે તેવી સ્થિતિ જોવાઈ રહી છે.