રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડી તાલુકાના ધામશીયા ગ્રામપંચાયત માં ઘોડીસિમેડ ગામ આવતું અને વર્ષો થી ઘોડીસીમેડ ગામના ખેડૂતોની જમીન માં વરસાદી પાણીનો નિકાલ થતોના વરસાદી પાણીનો કાસ છે પરંતુ ઊંડો કરવાનો ગ્રામપંચાયત એટલી આવક થી સકસમ ના હોય છતાંય ધામશિયા ગ્રામપંચાયત ના સરપંચ બિપીનભાઈ ભીલ દ્વારા ખેડૂતો નો પ્રશ્ન હલ કરવા જાતે તલાટી ક્રમ મંત્રી સાથે ચર્ચા કર્યાબાદ પાણી નો નિકાસ નો કાસ ઊંડો કરવા માટે જે.સી.બી મશીન ચાલુ કરાવ્યું છે કાસ ૪૦૦ મીટર લંબાઈ ધરાવતી હોય ખર્ચ પણ વધુ થાય તેમ છે કાસ ની સફાઈ શરૂ થતાં પાણી હટવા લાગ્યું છે.પાણી નો કાસ ૨૦ વર્ષ થી સફાઈ કરાયો ના હોય આખરે ગ્રામપંચાયત હવે જાતેજ શક્ય હસે તેટલું કાસ ની સફાઈ કરવાનું નક્કી કર્યું છે તંત્ર પણ ગ્રામપંચાયત ને મદદ કરે તે જરૂરી બન્યું છે વર્ષો થી ભરતા વરસાદી પાણી નો નિકાલ તંત્ર ધારે ત્યારે કરી શકે છે સરકાર ના અનેક આયોજન માં કાસ ઊંડો કરવા માટે ની કામગીરી મંજૂર કરાઈ તેવી ગામના સરપંચ તેમજ ખેડૂતોની માંગ ઉઠી છે.