રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ચુલી(ઉદાલી) ગામે રીઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેંટમાં પ્રવેશ કરી ૮૦૦ વાંસના રોપઓ કાપનાર એકજ પરિવારના ચાર વિરુદ્ધ વન વિભાગના કર્મચારી એ ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ટુરિઝમ સેન્ટરમાં ફરજ બજાવતા ઉમંગભાઇ ફતેસીંગભાઇ વસાવાએ આપેલી ફરિયાદ મુજબ(૧) શૈલેશભાઇ છોટુભાઇ વસાવા (૨) વિમલાબેન શૈલેશભાઇ વસાવા તથા (૩) પ્રિયંકાબેન શૈલેશભાઇ વસાવા(૪) પ્રેમિલાબેન છોટુભાઇ કાલીદાસ ભાઇ વસાવાએ ગતરોજ રીઝર્વ ફોરેસ્ટના કમ્પાર્ટમેંટમાં પ્રવેશ કરી ૮૦૦ વાંસના રોપાઓને કાપી સરકારી પ્રોપર્ટીને નુકશાન કરી ગુનો કરતા આ ફરિયાદ બાદ દેડીયાપાડા પોલીસે આ ચારેય વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.