રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા
બાબરા પોલીસ દ્વારા કાયદો વ્યવસ્થા જાળવવા માટે ડ્રાઇવ રાખેલ જેમા બાબરા પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહન, તુટી ગયેલ નંબર પ્લેટ વાળા વાહનો, વાળી દીધેલી નંબર પ્લેટ તથા ફેન્સી નંબર પ્લેટ તેમજ નંબર પ્લેટ સાથે છેડછાડ કરી ઇ- ચલણ મેમો થી બચવા તેમજ અન્ય ગુન્હાહીત પ્રવુતી હેતુથી આવા વાહનો ચલાવતા વાહન ચાલકોના વાહન ડીટેઇન રવામાં આવ્યા હતા બાબરા પોલીસ દ્વારા ૧૩ વાહનો ને ડીટેઇન કરવામાં આવ્યા હતા તેમજ હાલ માં ચાલી રહેલી કોરોનાનો મહામારી વચ્ચે એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું જેમા લોકોએ માસ્ક ફરજીયાત પહેરવું જે લોકો માસ્ક નહી પહેરે તેની પાસે દંડ વસુલ કરવામાં આવ છે ત્યારે બાબરામાં અલગ અલગ વિસ્તારમાં થી માસ્ક નહી પેહેરનાર ૪ લોકો પાસે ૪૦૦૦ દંડ વસુલ કરવામાં આવ્યો હતો અને ટ્રાફિક ડ્રાઇવ નુ આયોજન કરવામાં આવ્યું હતું. બાબરા પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન.ગોહિલ તથા પો.સબ ઈન્સ. વી.વી. પંડયા તથા એ.એસ.આઈ. એસ.ડી. અમરેલીયા તેમજ પોલીસ સ્ટાફ અને ટ્રાફિક બ્રીગેડને સાથે રાખી આ કામગીરી કરવામાં આવી હતી.