નર્મદા: રાજપીપળા નગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા ફાયર માટે નાની ગાડી મળતા ખુબજ ફાયદાકારક.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા શહેરની નાની ગલીઓમાં મોટા ફાયર ફાઈટરો ન ઘૂસે તેવા સંજોગોમાં આ સિલિન્ડર સાથેનું નાનું વાહન અત્યંત લાભકારક

રાજપીપળા શહેર માં કે આસપાસ ના ગ્રામ્ય વિસ્તારો માં જ્યારે આગ ની ઘટના બને ત્યારે રાજપીપળા નગરપાલિકા ની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વળવા સક્ષમ છે અને વારંવાર આવી આગની ઘટના માં સારી સફળતા મેળવી પણ છે પરંતુ શહેર ની સાંકડી ગલીઓ માં જ્યારે આગ ની ઘટના બને ત્યારે રાજપીપળા નગરપાલિકા પાસે આગ માટે ના વાહનો મોટા હોવાથી નાની ગલી ની બહાર ફાયર ફાઈટર ઉભા રાખી પાણી ની પાઇપ લંબાવ્યા બાદ ફાયર ફાઈટરો આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરતા હતા જેમાં સમય બગડતા ક્યારેક મોટું નુકસાન પણ થાય એમ હોય રાજપીપળા શહેર ની ભૌગોલિક પરિસ્થિતિ ને ધ્યાને લઈ સરકારે હાલ ફાયરની એક નાની ગાડી આપી જે આ શહેર સહિત આસપાસ ના ગામડાઓ માં આગની ઘટના માટે ખુબજ ફાયદાકારક સાબિત થશે.

આ બાબતે રાજપીપળા નગરપાલિકા ના ફાયર સુપરવાઈઝર મુકેશભાઈ સોલંકી એ જણાવ્યું કે ગાંધીનગર સરકાર માંથી રાજપીપળા નગરપાલિકા તથા અન્ય નગરપાલિકા માં આવા નાના ફાયર માટે ના વાહનો હાલમાં અપાયા છે જે સિલિન્ડર સાથે આપ્યા છે માટે નાની ગલીઓમાં કે ગામડા ઓમાં જો આગ ની ઘટના બને તો આ વાહનો ખૂબ લાભકારક સાબિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *