નર્મદા: કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ પતાવી પરત ફરતા પરિવારની ગાડી પલ્ટી ખાતા બાળકીનું મોત..

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

તડવી પરિવાર કેવડિયા મરણ માં થી પરત ઘરે જતું હતું ત્યારે તેમની ઇન્ડિકો ગાડી ગભાણા કેબલ બ્રિજ પર પલ્ટી મારતા ૧૦ વર્ષની બાળકીનું મોત ૩ ને ઇજાઓ

નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે મરણ પ્રસંગ માં ગયેલા કોયારી ગામના તડવી પરિવાર ની ગાડી ગભાણા કેબલ બ્રિજ ઉપર પલ્ટી ખાતા બાળકીનું મોત નિપજ્યું હતું જ્યારે પરિવાર ના અન્ય ત્રણ સભ્યો ને ઇજા થઇ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર કોયારી ગામના મયુરભાઇ હીમ્મતભાઇ તડવી ગતરોજ પોતાની ઇન્ડિકો ગાડી લઈ પોતાના બાળકો અને પત્ની સાથે કેવડિયા કોલોની એક મરણ માં ગયા બાદ ત્યાંથી પરત કોયારી જતી વેળા મયુરભાઈ એ પોતાની ગાડી ગાભાણા કેબલ બ્રિજ ઉપર થી બેફામ હંકારતા સ્ટિયરિંગ પર નો કાબુ ગુમાવી દેતા ગાડી પલ્ટી ખાધી હતી જેમાં તેમની દીકરી અચલબેન (ઉ.૧૦)ને માથા માં ગંભીર ઇજા થતા મૃત્યુ થયું હતું જ્યારે આ અકસ્માતમાં પત્ની મનિષા બેન મયુરભાઇ તડવી,મયુરભાઇ હીમ્મતભાઇ તડવી તથા પુત્ર યશકુમાર મયુરભાઇ તડવી ને ઇજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા.ઘટના બાદ મનીષાબેને કેવડિયા પો. સ્ટે.માં ફરિયાદ આપતા પોલીસે બેફામ ગાડી હંકારતા મયુર તડવી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *