બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, મહિલા શક્તિ કેન્દ્ર, સખી વન સ્ટોપ સેન્ટર અને વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્રના કર્મચારીનોના સંયુક્ત ઉપક્રમે તાજેતરમાં મહિલા શારીરિક સૌષ્ઠવ દિવસનની ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો.આ પ્રસંગે ગરૂડેશ્વર તાલુકાની ગ્રામ પંચાયત મોટાઆંબામાં અને સુરજવડ ગામની બહેનો, કિશોરીઓ, આશા બહેનો, આંગણવાડી બહેનોની ઉપસ્થિતિમાં સરકારની કોવીડ-૧૯ અંગેની માર્ગદર્શિકાનું પાલન કરવા, યોગનું મહત્વ, વ્હાલી દિકારી યોજના,“સખી વન સ્ટોપ સેન્ટર”, કુંવરબાઇનું મામરૂ, ઘર દીવડા યોજના, નારી અદાલત, વુધ્ધ સહાય યોજના, પાલક માતા-પિતા યોજના સહિત અન્ય સરકારશ્રી દ્વારા ચાલતી મહિલાલક્ષી વિવિધ યોજનોઓની માહિતી પુરી પડાઇ હતી.
આ પ્રસંગે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા રાજપીપલા ખાતે મોતીબાગ વિસ્તારની બહેનોને રાજપીપલા નગરપાલિકાના પૂર્વ પ્રુમખ મહેશભાઇ વસાવાની ઉપસ્થિતિમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત ચાલતી તમામ સરકારશ્રીની યોજનાથી માહિતગાર કરાયા હતાં તેમજ સરકારની વિવિધ યોજનાઓનું સાહિત્ય વિતરણ કરાયું હતું. અને અંતમાં મહિલા સશક્તિકરણ પખવાડિયાની પૂર્ણાહૂતિ કરાઇ હતી.