રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
લુણાવાડા તાલુકાના ચોપડા ગામે વરસાદના પાણીના સ્થાને માટીનો વરસાદ આખરે તંત્ર દ્વારા હરકતમાં આવતા માટી વાળા રસ્તા ઉપર મેટલ પાથરવાની શરૂઆત કરી! અચાનક હરકતમાં આવેલું તંત્રથી લોકોમાં ખુશીની માહોલ સર્જાયો છે.!
ઉલ્લેખનિય છે કે મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના ચોપડા ગામે પંચામૃત ડેરી થી લઈને અંદરના આજુબાજુના કેટલાય ગામમાં જવાનો મુખ્ય ડામર રસ્તો પસાર થાય છે. જેમાં છેલ્લા કેટલાય વર્ષોથી રજૂઆત છતાં પણ તંત્ર દ્વારા રજાકરણીઓ દ્વારા કોઇપણ પ્રકારની વાત સંભાળવામાં આવતી નહોતી. ડેરીના દરરોજના હજારો વાહનો અવરજવર થતી હોય છે જેના કારણે રસ્તાઓ બિસમાર હાલતમાં થઈ ગયા છે ઉપરાંત વરસાદના કારણે વરસાદની હાલાત કફોડી થતી જ્યાં છે ત્યારે ગામના લોકોને પડ્યા પર પટું જેવો ઘાટ સર્જાયો હતો પરંતુ અચાનક તંત્ર દ્વારા મેટલ નાખીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્ર જાગ્યું છે ત્યારે હવે રસ્તાઓ પર મેટલ નાખવાની શરૂઆત થઈ ગઈ છે. ચોપડા થી શિત કેન્દ્ર તરફ જવાના રસ્તા પર વર્ષથી બિસમાર હાલતમાં રસ્તો થઈ ગયો હોવાના કારણે રસ્તામાં મોટા ખાડા પડી જવાના કારણે વારંવાર અકસ્માત સર્જાય છે ત્યારે આવનારા સમયમાં આ રસ્તાના સમારકામ પણ કરવામાં આવતું કે નથી રસ્તો નવો બનાવમાં આવતો. રસ્તામાં પડેલા ખાડાના કારણે અનેક ગામોના લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તંત્ર ક્યારે હરકામતમાં આવશે તેવા હજારો સવાલો ઉઠ્યા હતા ત્યારે જાણીતા સમાચાર પત્ર પંચમહાલ મિરરમાં અહેવાલ આવતાની સાથે જ નિદ્રાધીન અવસ્થામાં રહેતું તંત્ર જાગ્યું છે ત્યારે આવનારા સમયમાં જિલ્લાના વિકાસના કામો હાથ ધરવામાં આવશે એવું દેખાય રહ્યું છે.
વર્ષોથી જસ લેવામાં માહિર એવા નેતાઓને પણ દરેક ટાઈમ નેતાઓ દ્વારા જ્યારે મત લેવામાં હોય છે ત્યારે આ રસ્તા માટે હમણાં જ મંજૂર થઈ જશે એવું કહીને વર્ષોથી ઉઠાં ભણવામાં આવી રહ્યા છે ત્યારે વારંવાર નેતાઓના આપેલા વાયદાઓ પોકળ સાબિત થાય છે ત્યારે આવનારા સમયમાં ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે શું નેતાઓ દ્વારા બીજું કોઈ મોટું બહાનું આપીને મત લેવામાં આવશે કેમ? પ્રજાની વચ્ચે જઈને મોટા મોત વાયદા કરીને રસ્તાઓ અને વિકાસના કામો કરવાની ખાતરી આપતા નેતાઓ જ્યારે આવી હાલાકી પ્રજાને ભોગવવી પડે છે ત્યારે સંતાકૂકડી રમવા માહેર એવા નેતાઓ પ્રજાના પ્રશ્નો વચા આપી શકતા નથી ત્યારે આ રસ્તાઓ કોઈ કાયમી ઉકેલ આવશે ખરો?
અચાનક ઠલવાઈ ગયેલી માટીથી તંત્ર અને સરપંચ પણ અજાણ હતું ત્યારે સમગ્ર પંથકમાં વરસાદના પાણીનાં સ્થાને માટીનો વરસાદ થયો હોવાની આશંકા વર્તાઈ રહી છે ત્યારે અચાનક આવેલી માટીથી અકસ્માત સર્જાય હતો ત્યારે આ માટીમાં કેટલા હજુ ભોગ લેવાશે? સરકારની બાબુઓ દ્વારા કેટલાય વર્ષોથી રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં છતાં પણ તંત્ર દ્વારા કોઇપણ પ્રકારની કાર્યવાહી ન કરવામાં આવતા ક્યારે રસ્તો બનાવવમાં આવશે એવા હજારો સવાલ સવાલો ઉઠ્યા હતા પરંતુ તંત્ર તવરિત પગલાં લઈને હાલના તબક્કે કાર્યવાહી શરૂ કરી છે.