રિપોર્ટર: કલ્પેશસિંહ પરમાર,ઠાસરા
રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
યાત્રાધામ ડાકોરમાં કોરોના વાયરસ મહામારી માથું ઉચકતા ડાકોરના રહેવાસીઓના જીવ તાળવે બંધાયા વહીવટી તંત્ર દ્વારા પ્રાંત સાહેબ ના નેજા હેઠળ વ્યાપારીઓની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં કોરોના વાયરસ મહામારીમાં ટેસ્ટિંગ વધારવામાં આવશે.દરેક વેપારીઓ તથા કર્મચારીઓના ટેસ્ટિંગ કરવામાં આવશે તથા જ્યારે ટેસ્ટીંગ કરાવવા આવો ત્યારે ફરજીયાત આધારકાર્ડ સાથે લાઇને આવવું . ડાકોર ગામમાં સંજીવની ચાર રથ ફરશે જેમાં જ્યાં કોરોના વાયસર પોઝિટિવ કેસ છે ત્યાં કડક અમલવારી કરવામાં આવશે .જરૂર પડે પોલીસ ની પણ મદદ લેવામાં આવશે. ડાકોર જનતાને પ્રાંત અધિકારી દ્વારા અપીલ કરાઈ હતી કે ઘરમાં રહો સુરક્ષિત રહો કામ વગર બહાર નિકડશો નહીં સરકારને સાથ અને સહકાર આપો.