રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
આગામી દિવસોમાં ગણપતિ ઉત્સવ તથા મુસ્લિમ સમાજના મહોરમનાં તહેવાર આવતા હોય આજરોજ ઉના તાલુકા પોલીસ સ્ટેશનમાં ઉનાનાં પોલીસ ઈન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીનાઅઘ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. જેમાં ઉના નગરપાલીકાનાં ઉપપ્રમુખ ચંદ્રેશભાઈ એન.જોષી, મનોજભાઈ બાંભણીયા, વિપુલભાઈ શાહ, નગરસેવક પરેશભાઈ બાંભણીયા, પ્રેસ કલબના પ્રમુખ જયેશભાઈ ગોધીયા, વિનોદભાઈ બાંભણીયા, રસીક ચાવડા, મુસ્લિમ સમાજના આગેવાન રજાકભાઈ ત્થા મુસ્લિમ સમાજના આગેવાનોએ હાજરી આપી હતી.