રિપોર્ટર: કૃણાલ ત્રિવેદી,ડાકોર
ખેડા જિલ્લા કલેકટર આઈ. કે પટેલ દ્વારા આજરોજ ડાકોર સર્કિટ હાઉસ ખાતે તાલુકા આરોગ્ય અધિકારીઓ, તાલુકા મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ડાકોર નગરપાલિકા ચીફ ઓફિસર સાથે મિટિંગ યોજી ડાકોર તથા ઠાસરા તાલુકામા વધતા કોરોના કેસોની હાલની પરિસ્થિતિની વિગતવાર માહિતી આપી હતી જે કન્ટેન્ટમેન્ટ ઝોન છે.
તેનું ચુસ્તપણે પાલન કરવામાં આવે અને તેમની આજુબાજુના એરિયાનું ચેકીંગ વધારવામાં આવે તે માહિતી અપાઈ હતી જે સાઇલેન્ટ પોઝિટિવ કેસો છે તેમને શોધવા માટે ચાર ધનવંતરી રથ ડાકોરમાં મૂકી લોકોને પ્રાયમરી ટેસ્ટ કરવામાં આવશે ત્યારબાદ ડાકોર મંદિરની આજુબાજુ જે દુકાન આવેલી છે તે દુકાનના વેપારીઓ અને તેમના કર્મચારીઓનો ફરજીયાત ટેસ્ટિંગ કરવાના આદેશ અપાયા છે.