ગીર સોમનાથ: સ્વ.રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતિ નિમિતે ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વેરાવળ મુકામે કોરોના વોરિયર્સ/ચુંટાયેલા મહિલા પ્રતિનિધિઓનું સન્માન કરી પુષ્પાજલી અર્પિત કરવામાં આવી.

Latest Narmada
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

ગતરોજ મહિલા કોંગ્રેસ દ્વારા પ્રદેશ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા ની ઉપસ્થિતમાં સ્વ. રાજીવ ગાંધીની ૭૬મી જન્મ જયંતી ની ઉજવણી ગીર સોમનાથ જિલ્લામાં કરવામાં આવી જુદા જુદા ક્ષેત્રમા ફરજ બજાવતા મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું, જેમાં આંગણવાડી વર્કર બહેનો, આશા વર્કરો, ડોકટર, નર્સ, પોલીસ કર્મચારીઓ, તાલુકા પંચાયત ના ચુંટાયેલા મહિલા પ્રતિનિધિઓ, નગર પાલિકામાં ચુંટાયેલા કાઉન્સીલરો, ગ્રામ પંચાયતની મહિલા સરપંચો, તેમજ પ્રેસ મિડિયા, ઈલેક્ટ્રીક મિડિયા, સોશ્યલ મિડિયાના મિત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું.

ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ દ્વારા ગીર સોમનાથ જિલ્લા મા સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતિ ઉજવણી નો કાર્યક્રમ પ્રદેશ મહિલા કોંગ્રેસ ના અધ્યક્ષ ગાયત્રીબા વાઘેલાના અધ્યક્ષ સ્થાને અને ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કુ.સંગીતાબેન ચાંડપાની આગેવાની માં આયોજીત કરાયો હતો. જેમાં ગીર સોમનાથ જિલ્લા ના પ્રમુખ અને તાલાલાના ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, પુંજાભાઈ વંશ, વિમલભાઈ ચુડાસમા, મોહનભાઈ વાળા, એ તેમનો શુભેચ્છા સંદેશો પાઠવ્યો હતો આ તકે પટણી સમાજ ના પટેલ અનવરભાઈ, યુથ કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અભયભાઈ જોટવા, માઈનોરિટી જિલ્લા પ્રમુખ ફારૂકભાઈ પેરેડાઇઝ,વેરાવળ તાલુકા પંચાયત ના પ્રમુખ પૂરીબેન સોલંકી, જિલ્લા મહિલા ઉપ પ્રમુખ મૂળીબેન નાઘેરા, વેરાવળ શહેર પ્રમુખ દિનેશભાઈ, વેરાવળ તાલુકા પ્રમુખ મીનાબેન બામણીયા, વેરાવળ મહિલા શહેર પ્રમુખ દેવીબેન ગોહિલ, તાલાલા તાલુકા પ્રમુખ લક્ષ્મીબેન દાફડા, લલિતાબેન ખાપડી, રીઝવાનાબેન ચૌહાણ, રવિભાઈ શાહ, શહેનાજ બેન, મુમતાઝબેન, જેતુનબેન, આલ્ફાબેન, સોશિયલ મીડિયા ઉપ પ્રમુખ પ્રવીણભાઈ, ખંજનભાઈ જોશી વગેરે કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા

આ તકે પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા એ રાજીવજી ની મહિલા સશક્તિકરણ મહિલાઓને સત્તા મા ભાગીદારી, પંચાયતિ રાજ મા મહિલાઓનું પ્રતિનિધિત્વ પૂરું પાડનાર. સ્વ. શ્રી રાજીવજી ને યાદ કરી પુષ્પાંજલિ અર્પી હતી. અને તેમના બલિદાનને પણ યાદ કર્યું હતું. આમ પંચાયતી રાજ મા ચૂંટાયેલા પ્રતિનિધિઓ, તેમજ કોરોના વૉરિઅર્સનું સન્માન કરી, સ્વ. રાજીવને સાચી શ્રદ્ધાંજલિ અર્પી હતી. આમ ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો સંપન્ન કરાયા હતા. જે કાર્યક્રમને સફળ બનાવવા માટે ગીર સોમનાથ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપાની આગેવાનીમા મહિલા કોંગ્રેસના કાર્યકરો,આગેવાનો, સર્વએ જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *