રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કોરોના ની કપરી મહામારી સમયે કુમાર અભિમન્યુંસિંહ કોટીલાના જન્મ દિવસની ડેડાણમાં અનોખી રીતે કરવામાં ઉજવણી
ડેડાણ રાજવી પરિવારના કુમાર અભિમન્યું સિંહ નંદકિશોરસિંહ કોટીલાના આઠમા જન્મ દિવસ નિમિત્તે ડેડાણમાં ગરીબ નિરાધાર અને વિધવા માતાઓ બહેનોને અનાજની કિટ વિતરણ કરવામાં આવી અને કુમારના જન્મ દિવસ ખુશી વ્યક્ત કરવામાં આવી અને આ પ્રસંગે ગામના સરપંચ નટુભાઈ રાઠોડ. બાબુભાઈ મકવાણા. ગુલાબભાઇ ખોખર. મજીદભાઈ ટાંક. દત્તેશ જાની. ઇસ્માઇલખાં પઠાણ. શ્યામ મંદિરના પૂજારી કનુદાદા. શાહીદખાંન પઠાણ. તેમજ પ્રત્રકાર બહાદૂરભાઇ હિરાણી. મોહસીન પઠાણ સહિતના આગેવાનો કુમાર અભિમન્યુંસિંહના જન્મ દિવસ નિમિત્તે અનાજની કિટ વિતરણમાં જોડાયા હતાં તેમજ ડેડાણ રાજવી પરિવારના સદસ્યો જયવંતભાઈ કોટીલા. ભૂપેન્દ્રભાઇ કોટીલા. હિતેન્દ્રભાઈ કોટીલા. ધનંજય ભાઈ કોટીલા. તેમજ દિવ્યરાજભાઈ કોટીલા. સહિતના રાજવી પરિવારના સભ્યો દ્વારા તમામ જગ્યાએ અનાજની કિટ વિતરણ કરવામાં આવી અને ભગવાન શ્યામ સુંદરને કુમાર અભિમન્યું સિંહના દિધાયુષ તેમજ સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી અને કુમારને આશિર્વાદ પાઠવ્યા હતાં તેમજ દરબાર પ્રતાપભાઈ જીલુભાઈ કોટીલાનો પરિવાર હાલ રાજકોટ રહેતા હોવા છતાં વતન પ્રત્યેના પ્રેમ અને સેવા ડેડાણ ગામના આગેવાનોએ બિરદાવી હતી.