૦૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
પંચમહાલ જિલ્લામાં સક્રિય કેસોની સંખ્યા ૪૫૬ થઈ
કુલ કેસનો આંક ૧૧૧૮ થયો,
કુલ ૬૦૧ વ્યક્તિઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૪૨ નવા કેસ મળી આવતા કોવિડ-૧૯ સંક્રમણના કુલ કેસની સંખ્યા ૧૧૧૮ એ પહોંચી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૩૬ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૦૫ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૨૩, હાલોલમાંથી ૦૭, શહેરામાંથી ૦૩ અને કાલોલ માંથી ૩ કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૮૮૨ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૨ અને કાલોલ ગ્રામ્યમાંથી ૩ કેસ અને શહેરા ગ્રામ્યમાંથી ૧ કેસ મળી આવ્યા છે.