રિપોર્ટર: એન.ડી.પંડયા,બગસરા
આધુનિક ભારતના પ્રેણેતા પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. રાજીવ ગાંધીજીની જન્મ જયંતિ નિમિતે અમરેલી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા સદસ્યતા નોંધણી કાર્યક્રમ તેમજ વૃક્ષ વિતરણ નો કાર્યક્રમ ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ પ્રભારી સીતારામ લાંબા તેમજ સૌરાષ્ટ્ર પ્રભારી આદિત્યસિંહ ગોહિલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો વર્તમાન પરિસ્થિતિ ને ધ્યાને રાખી સોશિયલ ડિસ્ટન્સ ની પણ ખાસ તકેદારી રાખવામાં આવી હતી આ તકે જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ પરેશભાઈ ભુવા જિલ્લા કોંગ્રેસ સમિતિ અધ્યક્ષ અર્જુનભાઇ સોસા જિલ્લા પંચાયત સદસ્ય ટીફૂ ભાઈ વરુ પ્રદીપભાઈ કોટડીયા નગરપાલિકા વિપક્ષ નેતા સંદીપભાઈ ધાનાણી મનીષભાઈ ભંડેરી ડી ડી પરમાર શરદભાઈ મકવાણા હિરેન ટીમણીયા મોનિલ ગોંડલીયા દીંશાત બાબરીયા અનવીર કુવાડીયા ગોલન ડેર કુલદીપ વાળા આકાશ લચ્છા આકાશ કાનપરીયા કાનભાઈ ભરવાડ સહિત ના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.