રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
આજ રોજ મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એન.સી.પીના કાર્યાલયનું ઉદ્ધાટન પ્રદેશ પ્રમુખ એનસીપીના માનનીય જયંત પટેલ મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ રેશ્માબેન પટેલ મહામંત્રી નિકુલ સિંહ તોમર ના હસ્તે કરવામાં
આવ્યું જેમાં મહિસાગર જિલ્લાના નવા પ્રમુખ પુષ્પકસિંહ ચૌહાણની આગેવાની હેઠળ મહીસાગર તેમજ પંચમહાલ જિલ્લાના પ્રમુખ બી.કે.સોલંકી તેમજ પંચમહાલ અને મહિસાગર જિલ્લાની ટીમ હાજર રહી તેમજ સાથે સાથે ઘણા બધા ગ્રામ્ય આગેવાનોએ પણ પાર્ટી સાથે હાથ મિલાવી આગામી સમયમાં જિલ્લામાં પાર્ટીને જબરદસ્ત પ્રતિસાદ મળે તેના માટે તનતોડ મહેનત કરવાની વાત કરી હતી આ પ્રસંગે એન.સી.પી પાર્ટી તરફથી મહીસાગર જિલ્લાની લુણાવાડા જનરલ હોસ્પિટલને દર્દીઓના લાભાર્થે વિલચેરનું વિતરણ કરવામાં આવ્યું હતું અને લુણાવાડા કોટેજ ચાર રસ્તા ઉપર એન.સી.પી દ્વારા માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.