નર્મદા: કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૬.૫૦ મીટર નોંધાઇ.

Latest Narmada
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના નાના કાકડીઆંબા ગામ પાસે આવેલ કાકડીઆંબા ડેમની સપાટી ૧૮૬.૫૦ મીટર નોંધાવા પામી હોવાની જાણકારી વેર-૨ (બે) યોજના વિભાગના કાર્યપાલક ઇજનેર પ્રતાપભાઇ વસાવા તરફથી જાણકારી પ્રાપ્ત થઇ છે.

કાર્યપાલક ઇજનેર પ્રતાપભાઇ વસાવા તરફથી પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ આજની સ્થિતિએ કાકડીઆંબા ડેમમાં ૭.૬૦ મિલીયન કયુબીક મીટર પાણીના જથ્થાનો સંગ્રહ થયેલ છે, જેને લીધે હાલ ૮૧ ટકા કુલ પાણીનો સ્ટોરેજ થયો હોવાનું તેમણે ઉમેર્યું હતું. વધુમાં તેમણે કહ્યું હતું કે, કાકડીઆંબા ડેમનો એફ.આર.એલ ૧૮૭.૭૧ છે, જેને લીધે કાકડીઆંબા સિંચાઇ યોજના હેઠળ સાગબારા તાલુકાના નાના ડોરઆંબા, ખુવડાવાડી, સીમઆમલી, રોઝદેવ, ભવરીસવર, ડકવાડા, કેલ, પાટી, પાટ, ટાવેલ, પાંચપીપરી, ધોડમુગ, રછવાડા, નાના કાકડીઆંબા અને રણબુડા સહિત કુલ ૧૫ જેટલા ગામોને ખરીફ-રવિ અને ઉનાળુ સીઝન માટે સિંચાઇના પાણીનો લાભ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *