રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા
આજરોજ નડિયાદ નગરપલિકાના ભૂતપૂર્વ પ્રમખ અને બિલ્ડર દિલીપભાઈ શાહ અગમ્ય કારણોસર ગુતાલ ખાતેના પોતાના ફાર્મહાઉસ પર પોતાના લાયસન્સવાળી રિવોલ્વરથી માથાના જમણા ભાગે ગોળી મારીને આત્મહત્યા કરેલ છે જોકે તેમની આત્મહત્યાનું કારણ હજુ અકબંધ છે પરંતુ દિલીપભાઈ છેલ્લા કેટલાક સમયથી આર્થિક ભીંસમાં હોવાની ચર્ચા લોકોમાં ચાલી રહી છે આ ઘટનાથી નડિયાદના લોકો પર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે નડિયાદના રાજકારણમા પણ એમનો બહુમૂલ્ય ફાળો હોય રાજકારણીઓમા પણ દુઃખની લાગણી પ્રસરી ગઈ છે આ ઘટનાની જાણ થતા નડિયાદ ડી.વાય.એસ.પી સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.