ફતેપુરા તાલુકામાં છેલ્લા કેટલાયે સમયથી મોંધા ભાવે વિમલ, ગુટખા, તમાકુ, બિસ્ટોલ, બીડી જેવી વસ્તુઓ બેફામ વહેંચાતી હોવાની ફરિયાદો દાહોદ જિલ્લા સુધી થવા પામી હતી. આજરોજ બપોરના સમયે ફતેપુરા માં ઝાલોદના પ્રાન્ત અધિકારીએ ઓચિંતા ફતેપુરામાં કરિયાણાની દુકાનો, પાનના ગલ્લાઓ પર પહોંચી જઇ વેપારીઓની દુકાનો ખોલાવી હતી. સધન ચેકીંગ હાથ ધરી દુકાનોમાંથી બીડી બિસ્ટોલ, વિમલ તમાકુ, તાનસેન, રજનીગંધા, ચુનો, સોપારી, તમાકુના ડબ્બાઓ, એકસપાઇરી ડેટ થયેલ ડુપ્લીકેટ ખાવાના તેલનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સંગ્રહ કરી ફતેપુરા મામલતદાર કચેરીના પાછળના ભાગે જથ્થો ખાલી કરાવી ઉભા રહી સળગાવી નાશ કર્યો હતો. ફતેપુરામાં ત્રણથી ચાર કલાક સુધી ચાલેલ દરોડામાં દશ જેટલા વેપારીઓની દુકાનો ગોડાઉનો ધારોનું ચેકીંગ હાથ ધર્યુ હતું. પ્રાન્ત અધિકારીના દરોડામાં ફતેપુરા મામલતદાર પણ જોડાયા હતા. પ્રાન્ત અધિકારી દ્રારા અંદાજે ત્રણ લાખ જેટલા નશીલા પદાર્થોનો નાશ કરાયો હતો. સાથે દુકાનદારોને ફરીથી આ પ્રકારના પદાર્થો ન વહેંચવા અપીલ કરાઇ હતી.