બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની
આજરોજ નર્મદા જિલ્લા ખાતે બિરસા મુંડા યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડો. વિજયસિંહ વાળાની અખિલ ભારતીય ગ્રાહક પંચાયત નર્મદા જિલ્લાના પદાધિકારીઓ એ મુલાકાત લીધી અને ગ્રાહક પંચાયતની પરિચય પત્રિકા અને ગ્રાહક પંચાયત ના કાર્યો વિશે તેઓ સાથે ચર્ચા કરી સદર કાર્યક્રમમાં જિલ્લા સંયોજક પ્રવિણસિંહ ગોહિલ મહેશભાઈ ઋષિ ગજેન્દ્ર સિંહ ગોહિલ સુજલભાઈ મિસ્ત્રી અને ગ્રાહક પંચાયત સાથે નવા જોડાયેલા પત્રકાર એવા દીપકભાઈએ ભાગ લીધો અને ગ્રાહક પંચાયતનો પ્રચાર કર્યો હતો.