રિપોર્ટર: જયેશ મારડીયા,ઉપલેટા
વાહન ચાલકો તેમજ ગ્રામજનો અતિ ખરાબ રસ્તા થી તોબા પોકારી ઉઠ્યા
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ચીખલીયા, મોટીમારડ,ભોલગામળા,છાડવાવદ, તથા ભોળા એમ પાંચેક ગામળાઓ થી ધોરાજી તરફ જતો રસ્તો અતિ બિસ્માર થયો છે.હાલમાં આ રસ્તા પર અંદાજે ૨ થી ૩ ફૂટ જેટલા અનેક ઊંડા ખાડાઓ પડી ગયા છે અને રોડ પર ફક્ત ઊંડા ખાડાઓ સિવાય કશુજ નજરે પડતું નથી. વરસાદ સખત ચાલુ રહેવાથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે જેની લીધે વાહન ચાલકોને ખુબજ મુશ્કેલી વેઠવી પડી રહી છે . આ ગામળા ઓ થી કોઈ બીમાર વ્યક્તિને લઈને મોટા શહેર તરફ ઇમરજન્સીમાં પોહચાળવાના થાય તો કોઈ પણ હદે આવા રસ્તાઓથી પસાર થઈ હોસ્પિટલ સમયસર પહોંચી શકે તેવું લાગતું નથી.
ચારેક મહિના થી આવી ખરાબ પરિસ્થિતિનો સામનો કરી ગ્રામજનો તેમજ ચીખલીયા ગામના સરપંચે લેખિતમાં અરજીઓ કરી ઉપલેટા મામલતદાર, જેતપુર નાયબ ઈજનેર કચેરીઓ ને રજૂઆતો કરેલી છે તેમજ ધોરાજી ઉપલેટના ધારાસભ્ય લલિતભાઈ વસોયા દ્વારા ઉચ્ચ કક્ષાએ પણ રજુઆત કરવામાં આવી હોવા છતાં આનો કોઈ ઉકેલ કે કોઈ જવાબ આપવામાં આવ્યો નથી અને રોજબરોજ આ રસ્તો અતિ થી અતિ ભારે બિસ્માર થતો જઈ રહ્યો છે.આટલી બધી લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવાથી પણ જો આનો વહેલી તકે ઉકેલ નહિ લાવવામાં આવે તો અમો ગ્રામજનો એકજુથ થઈ ગાંધી ચીંધ્યા માર્ગે રસ્તા રોકો આંદોલન તથા સરદાર ભગતસિંહ જેવા માર્ગોએ આંદોલન કરવાની ફરજ પડશે તેવું સ્થાનિક આગેવાનો તેમજ ગ્રામ સરપંચે જણાવેલ છે.