અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં ૧૨૦૦ બેડની મોટામાં મોટી કોવિડ 19 હોસ્પિટલ તૈયાર કરાઈ પરંતુ અમદાવાદના ગાંધીરોડના ૨૫ પોઝિટિવ દર્દીને વોર્ડમાં જગ્યા નથી. તેવું કહી ૬ કલાક માટે બહાર કરી દેવામાં આવ્યા હતા. તંત્રની આવી બેદરકારીના વિડિઓ વાયરલ થયા બાદ સરકારી તંત્ર અને હોસ્પિટલ તંત્રએ તે દર્દીઓને વોર્ડમાં દાખલ કરી કામગીરી ચાલુ કરી આજે સવારે સિવિલ હોસ્પિટલના ડોકટરો દ્વારા જે પોઝિટિવ દર્દી સોનુ નાગર દ્વારા વીડિયો જાહેર કરવામાં આવ્યો હતો. તેની પાસે સિવિલ હોસ્પિટલમાં સારી સુવિધાઓ મળતી હોવાનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો છે. પહેલા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી અને હવે તેઓ પોતાની ભૂલ ઢાંકવાના પ્રયાસો કરી રહ્યું છે. તેવું જાણવા મળે છે. સારી સુવિધાઓ અંગે રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના ધજાગરા ઉડાવતો કિસ્સો રવિવારે રાતે સામે આવ્યો હતો. જેના બાદ મોડી રાતે ડોકટરો અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતુ. તમામ દર્દીઓને સારામાં સારી સુવિધાઓ અને કીટ આપવામાં આવી હતી. શનિવારે સિવિલ હોસ્પિટલની બેદરકારી માટે પોલીસ કર્મીઓએ ફરિયાદ કરી હતી. જેની ઉચ્ચ પોલીસ અધિકારીઓએ નોંધ લઈ તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં તંત્ર સાથે વાતચીત કરી તેઓને એસી વોર્ડમાં ટ્રાન્સફર કર્યા હતા.