રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રાજપીપળા ખાતે બનેલી મિસ ઈસા મેમણ ગુજરાત આ વર્ષે સિઝન ટુ માં જજ બનીને રાજપીપળાના તમામ કંટેસ્ટન્સને આગળ વધારવા માટે ખુબ ખુબ સપોર્ટ કર્યો છે અને પ્રોત્સાહન આપ્યું છે. જેમાં ઉત્સાહિત થઈને મોટી સંખ્યામાં છોકરા છોકરીઓએ પાર્ટીસીપેટ કર્યું હતું.જેમાં નર્મદા,ભરૂચ અને વાલિયામાંથી પણ મોડલિંગમાં રસ ધરાવતા છોકરા છોકરીઓએ ભાગ લીધો હતો.અને પોતાનું કિસ્મત આજમાવ્યું હતું.
જેમાં દસ જેટલા છોકરા છોકરીઓની કિસ્મત જોર કર્યું હતું અને તેમાં ડિમ્પલ રાજપૂત,જીયા રાવલ,ઉર્વશી પટેલ અને ભયલું પટેલ સહિતના દસની આગામી ડિસેમ્બર મહિનામાં સુરત,કોસંબા જેવા અલગ અલગ શહેરોમાં પાર્ટીસીપેટ માટે જવું પડશે.જેમાં પાર્ટીસીપેટ કરનાર ઘણા છોકરા છોકરીઓના જણાવ્યા પ્રમાણે તેવો કોઈ પણ જાતના કલાસ કર્યા વગર યુટ્યૂબ વિડીઓના માધ્યમથી પ્રેકટીસ કરી હતી અને આવનારા દિવસોમાં આનાથી સારું પર્ફોમન્સ કરી નર્મદા જિલ્લાનું નામ રોશન કરશું તેવા જુસ્સા સાથે હવે અત્યારથી જ મેહનેત ચાલુ કરી દીધી છે.
હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય તેવામાં મનહુડ ઇવેન્ટ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ,સૅનેટાઇઝર સરકારની તમામ ગાઈડલાઈનને દયાનમાં રાખી આયોજન કરવામાં આવ્યું હતું. ભાગ લેનાર તમામ ઊતચ્છુક ઉમેદવારોએ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી અને મેનહુંડ ઇવેન્ટ્સનો આભાર માન્યો હતો.