રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
વણાંકબારામાં વડીશેરી કોળી સમાજની વાર્ષિક મીટીંગ યોજાઈ જેમાં સમાજ દ્વારા કરવામાં આવેલ વિવિધ પ્રવૃતિઓની ચર્ચા બાદ નવા હોદેદારોની વરણી સર્વાનુમતે કરવામાં આવી જેમાં નવા પટેલ તરીકે વિરજી મંગળ બામણીયા, મંત્રી ઉમેશ છગન બારીયાની વરણી થઈ તેમજ વડીશેરી બોટ એસો.ના પ્રમુખ તરીકે નાનજી કરશન સોલંકી, ઉપપ્રમુખ તરીકે તુલસી ભગવાન બારીયા, મંત્રી તરીકે દેવા મંગળ બામણીયાની વરણી થઈ તેમજ પીલાણી એશો.માં પ્રમુખ કાનજી વરજાંગ સોલંકી, ઉપપ્રમુખ કાનજી જીવા સોલંકી અને મંત્રી ધર્મેશ નરસિંહ બારીયાની સર્વાનુમતે વરણી થઈ અને નવા હોદેદારોનુ ફુલહારથી સન્માન કર્યું હતું.