રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
પ્રશાસને કોવિડ-૧૯ ના સંક્રમણને રોકવા ગણેશોત્સવની ઉજવણી સાર્વજનિક તરીકે નહિ કરવા અને નિયમોનુ પાલન કરી ઉજવણી કરવા અનુરોધ કરેલ છે. જેમાં ગણેશજીની મુર્તિઓની સ્થાપના જાહેર સ્થળો, મંદિરો કે સભાખંડોમાં નહિ થાય મુર્તિઓની સ્થાપના ફકત ઘરોમાં જ કરી શકાશે. મુર્તિ બે ફુટની હોય અને પ્લાસ્ટર ઓફ પેરીસની મુર્તિઓ ઉપર પ્રતિબંધ રહેશે. માટીથી બનેલી મુર્તિઓને મંજુરી અપાઈ છે. મુર્તિઓનુ વિસજર્ન સમુદ્રમાં કરવામાં આવશે. ડી.જે. કે લાઉડસ્પીકર ઉપર પ્રતિબંધ રહેશે. શોભાયાત્રામાં પાંચથી વધુ લોકો નહિ જોડાય ગણેશોત્સવની ઉજવણી શાંતિપૂર્ણ રીતે ઉજવવા અને નિયમોનુ પાલન કરવા પ્રશાસનના ડે.કલેકટર હરમીન્દર સિંઘે પરિપત્ર દ્વારા દીવ જિલ્લાની જનતાને અનુરોધ કરેલ છે.