અમરેલી: માલકનેશ ગામે આવેલ માલકેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના અંતિમ દિવસે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી..

Amreli
રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા

આજે પવિત્ર શ્રાવણ માસના છેલ્લો દિવસ એટલે ભાદરવી અમાસ ખાંભા તાલુકાના ગીર વિસ્તારમાં પ્રાકૃતિક વાતાવરણમાં ખળખળ વહેતી નદીઓ વચ્ચે આવેલ જુના માલકનેશ ગામે આવેલ માલકેશ્વર મહાદેવ નું અહી અંદાજે ૪૫૦ વર્ષ જૂનું અહી મંદિર આવેલ છે વર્ષો પહેલા આ ગીર વિસ્તારો માં ચારણ ના માલના નેસ હતા તેથી આ ગામનું નામ માલકનેશ પડ્યું હતું અહી આજે ભાદરવી અમાસ ના દિવસે શિવભક્તો દ્વારા ૧૫૫૫૫ બીલીપત્રો શિવજીને અર્પણ કરવામાં આવ્યા હતા.

તેમજ શ્રાવણ માસ ના દર સોમવારે ૧૦૮ દીવા ની દિપમાળા તેમજ સાંજે રુદ્રી ભગવાન નો પ્રસાદ ધરવામા આવતો તેમજ ભાવિક ભક્તો દ્વારા હર હર મહાદેવ ના નામ થિ મંદિર ગુંજી ઉઠતુ હતુ. જે વિનુબાપુ એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *