કોરોના સંબંધિત કોઈ પણ અફવા ફેલાવા પર સરકાર દ્વારા ચેતવણી આપવામાં આવી છે. તેવામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. તેવી આફવા ફેલાવનાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફેસબુક પર ફેક આઈડી બનાવી, કોઈ અજાણ્યા વ્યક્તિએ તેની આઈડીમાં હિન્દી ભાષામાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. તેવી પોસ્ટ કરી હતી. જોકે, વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. મુખ્યમંત્રીના રિપોર્ટ અંગેની માહિતી રાજ્ય સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી. તેમ છતાં આવી ખોટી પોસ્ટ કરીને રાજ્યમાં કાયદો, વ્યવસ્થાની પરિસ્થિતિ અને જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવી કૃત્ય કરનાર વ્યક્તિના વિરુદ્ધમાં સાઈબર ક્રાઈમ પોલીસે ગુનો દાખલ કરીને તેને પકડવા માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ મુખ્યમંત્રી સાથે મિટિંગમાં હાજર રહેલા કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અને મુખ્યમંત્રીએ વર્ક ફ્રોમ હોમ કર્યું હતું. પરંતુ તેમના કોરોના રિપોર્ટની સત્તાવાર માહિતી સરકાર દ્વારા આપવામાં આવી છે.
ફેસબુક પર ગાંધીજીનું ફેક આઈડી બનાવી ફોટા નીચે બિભત્સ લખાણ લખનાર સામે પગલાં લઇ તેના પર ગુનો દાખલ કરવામાં આવ્યો છે. શહેરમાં સોશિયલ મીડિયામાં લોકો ખોટી અફવાન ફેલાવે તે માટે ક્રાઇમબ્રાંચની મોનિટરિંગ સેલની ટીમ ખાસ નજર રાખી રહી છે. આથી પોલીસે તેનો બાયોડેટા ચેક કર્યો પણ હાલ કોઈ માહિતી મળી નહોતી.