ગીર સોમનાથ: દીવમાં પી.એમ.સ્વનિધિ યોજના અંતર્ગત પાંચ લાભાર્થીઓને કલેકટરના હસ્તે ચેક અર્પણ કરાયા.

Gir - Somnath
રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના

દીવમાં પીએમ સ્વનિધિ યોજના સંદર્ભે યોજનાનો લોકોને લાભ મળે તે માટે એક સપ્તાહ પહેલા દીવ કલેકટરે દરેક બેંકના મેનેજરો સાથે બેઠક યોજેલ આ બેઠક બાદ દરેક બેંક દ્વારા લાભાર્થીઓને સ્વનિધિ યોજના અંતર્ગત લોન માટે સમજુતિ આપી અને આજરોજ કલેકટરેટ કોન્ફરન્સ હોલમાં પાંચ લાભાર્થીઓને કલેકટર સલોની રાયના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યા. દરેક લાભાર્થીને દસ હજારની લોન મળી આ પાંચ લાભાર્થીઓ દીવ એસબીઆઈ બ્રાન્ચ દ્વારા લોન અપાઈ છે. આ પ્રસંગે ડે.કલેકટર હરમીન્દર સીંઘ અને એસ.બી.આઈ બ્રાંચના ચીફ મેનેજર કુમાર રવી રંજન, સંજય માથુર અને સૌરવ ઉપસ્થિત રહેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *