રાજપીપળા કરજણ નદીનો સરકારી ઓવરો ઘણા વર્ષોથી તુટેલી હાલતમાં: ત્યાં કપડાં ધોતી મહિલાઓ માટે જોખમી..

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજા રજવાડા વખતના આ ઓવરના પગથિયાં તૂટીને પાણીમાં ગરકાવ થયાને વર્ષો વીતી ગયા બાદ પણ તંત્ર કોઈજ કામગીરી ન કરતા જીવલેણ હાલ કરજણ નદી માંથી હજારો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું હોવા છતાં મહિલાઓ ત્યાં કપડાં ધોવા જતા મોટું જોખમ રાજપીપળા રાજવી નગરી તરીકે ઓળખ ધરાવતા રાજપીપળા શહેર માં અનેક હિન્દી, ગુજરાતી ફિલ્મો,સિરિયલો ના શૂટિંગ ઉતરે છે. અને હાલ સ્ટેટુ ઓફ યુનિટી બન્યા બાદ રાજપીપળા શહેરની ઓળખ વિશ્વ માં જોવા મળી છે પરંતુ જિલ્લાના આ વડામથકનો હજુ વિકાસ જોઈએ તેટલો થયો નથી જેમાં રાજા રજવાડા સમયના સરકારી ઓવરા ના ઘણા વર્ષો થી ખસ્તા હાલ હોવા છતાં કોઈ અધિકારી આ બાબતે કઈ કરવા તૈયાર નથી. રાજપીપળા એસટી ડેપો પાછળ કરજણ નદી પર આવેલો આ ઓવર એક જમાનામાં બહુ જાણીતો હતો ત્યાં ગામની મહિલાઓ મોટી સંખ્યા માં કપડાં ધોવા તેમજલોકો સ્નાન કરવા આવતા હતા પરંતુ જયાર થી આ ઓવારા નીચેના પગથિયાઓ તૂટી ગયા છે ત્યાર થી અહીંયા આકામગીરી નહિવત જોવા મળે છે હમણાં ત્યાં કપડાં ધોવા આવતી મહિલાઓ પણ પાણી ની કે અન્ય તકલીફ ઊભી થતા મજબૂર બની જોખમી ઓવરા ના પગથિયે કપડાં ધોવા આવે છે માટે રાજવી ઓળખ ધરાવતા આ શહેર ના સરકારી ઓવરા ની ધરોહર આવનારી પેઢી માટે પણ યથાવત રહે તે બાબતે તંત્ર એ આ ઓવરા ની યોગ્ય મરામત કરાવી જાણીતો આ ઓવરો આવનારી પેઢી માટે ભૂતકાળ ન બની જાય તે માટે તેની જાળવણી રાખવી જરૂરી બની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *