રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
આમ તો હાલ કોરોના કહેરની સ્થિતિ માં સરકારી ગાઈડલાઈન મુજબ ઘણા તહેવારો ઉપર બ્રેક લાગી છે છતાં નિયમ મુજબ લોકો ગણેશ ઉત્સવ માટે ની તૈયારીઓ કરી રહ્યા હોય ગણેશ ચતુર્થી ને હવે માત્ર બે દિવસ બાકી છે ત્યારે રાજપીપળા સહીત નર્મદા જિલ્લા માં ગણેશ ભક્તો માં આ દિવસ માટે ગત વર્ષો કરતા કોરોના ના કારણે ઓછો ઉત્સાહ જોવા મળી રહ્યો હોય રાજપીપળા ખાતે વિઘ્નહર્તા ગણપતિ ની પ્રતિમાઓ નું વેચાણ કરતા વેપારીઓ પણ ગણતરી નો જથ્થો વેચાણ અર્થે લાવ્યા છે.ઉપર થી ગત વર્ષ કરતા ભાવ માં ૨૦ ટકા નો વધારો પણ જોવા મળતા ભક્તોનું બજેટ પણ ખોરવાયું છે જોકે કેટલાક ભક્તો દ્વારા પોતાના ઘરોમાં સ્થાપના કરાતી બાધા ની નાની પ્રતિમા નું વેચાણ જોવા મળી રહ્યું છે તેમાં પણ મોટા ભાગે પી ઓ પી ની સાદી પ્રતિમાઓ નું વેચાણ વધુ જોવા મળે છે કેમકે માટી ની પ્રતિમા ના બમણા ભાવ હોવાથી ભક્તો પોતાની માનતા પુરી કરશે. ભાવ વધતા આ વર્ષે ગત વર્ષ કરતા પ્રતિમાઓમાં ૨૦ ટકા જેવો ભાવ વધારો થયો છે પરંતુ ભક્તો ભાવ વધારા છતાં એમના બજેટ પ્રમાણે નાની મોટી પ્રતિમાઓ ખરીદ કરી રહ્યા છે.